એક વૃદ્ધ માતાની તેના પુત્ર દ્વારા સેવા ન થતા આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે પુત્રને ફટકાર લગાવતા કહ્યું હતું કે માતાનું ધ્યાન રાખવા માટે મોટા મકાનો કે ઘરોની નહીં પણ મોટા દિલની જરુર હોય છે. આ વૃદ્ધ માતાની પુત્રીઓએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી દરમિયાન આ ફટકાર લગાવવામાં આવી હતી.
આ અરજીમાં બહેનોએ આરોપ લગાવ્યો હતો કે મારા ભાઇએ માતાની બધી સંપત્તિ પોતાના નામે કરી લીધી છે પણ મારી માતાનું ધ્યાન નથી રાખતો. એવામાં તેને તેની કસ્ટડી આપવી જોઇએ. બાદમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ વૃદ્ધ માતાની કોઇ જ સંપત્તિ કોઇના નામે ટ્રાન્સફર ન કરવામાં આવે. માતા ડિમેંશિયાથી પીડિત છે અને માતાની કસ્ટડી પુત્રીઓને સોપવાની પુત્રીઓની માગણી મુદ્દે સુપ્રીમ કોર્ટે પુત્ર પાસેથી મંગળવાર સુધીમાં જવાબ રજુ કરવાનો આદેશ આપ્યો છે.