શરુઆતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર છે. રાજસ્થાનમાં ભાજપ 19 અને કોંગ્રેસ 20 સીટો પર આગળ છે. મધ્યપ્રદેશમાં ભાજપ 22 અને કોંગ્રેસ 24 બેઠકો પર આગળ છે. જ્યારે છત્તીસગઢમાં ભાજપ 13 સીટો પર અને કોંગ્રેસ 15 સીટો પર આગળ ચાલી રહી છે.