ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભર્તીની મોસમ શરૂ થઈ ગઈ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પક્ષપલટો કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં બહુ ગાજેલી આમ આદમી પાર્ટીના મોટા માથા પાર્ટી છોડતા હવે પક્ષમાં સળવળાટ શરૂ થઈ ગયો છે. આમ આદમી પાર્ટીના વાઈસ પ્રેસિડેન્ટ અને આદિવાસી નેતા અર્જુન રાઠવાએ પોતાના તમામ પદો પરથી રાજીનામું ધરી દીધું છે. તેમણે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રભારી તથા રાષ્ટ્રીય સંગઠન મંત્રી ડો. સંદીપ પાઠકને રાજીનામું લખીને મોકલી આપ્યું છે. અર્જુન રાઠવાના રાજીનામા બાદ તેઓ કયા પક્ષમાં જોડાશે તેની કોઈ સ્પષ્ટતા સામે આવી નથી.