મહારાષ્ટ્રનું પૂણે એરપોર્ટ હવે અલગ નામથી ઓળખાશે. મહારાષ્ટ્ર ની એકનાથ શિંદે સરકારે પુણે એરપોર્ટનું નામ બદલી નાખ્યું છે. પુણે એરપોર્ટનું નામ બદલીને હવે જગદગુરુ સંત તુકારામ મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર કેબિનેટે આ અંગેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.