વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. જેના માટે કેન્દ્ર સરકારે પીએમ-ઈ ડ્રાઈવ નામની એક નવી યોજનાની જાહેરાત કરી છે. જેમાં ઇલેક્ટ્રિક ટ્રક, ટેમ્પો અને ટુવ્હીલર વાહનોની ખરીદી પર ફેમ-1 અને ફેમ-2 ની જેમ સબસિડી પણ મળશે. આ સાથે જ આ યોજના હેઠળ દેશભરમાં 88,500 જગ્યાએ નવા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન પણ બનાવાશે.