કેન્દ્રીય કેબિનેટે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ને મંજૂરી આપી દીધી છે. આ અંતર્ગત 25 વર્ષથી કામ કરતા કર્મચારીઓને સંપૂર્ણ પેન્શન મળશે. તે જ સમયે, ફેમિલી પેન્શન 60% હશે. નોકરી દરમિયાન કર્મચારીના મૃત્યુ બાદ તેની પત્નીને 60 ટકા પેન્શન મળશે. જો કોઈ કર્મચારી 10 વર્ષ સુધી કામ કરે છે, તો તેને યુપીએસ હેઠળ દર મહિને 10,000 રૂપિયા પેન્શન મળશે.