પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર પાંચ વર્ષ માટે કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પીએફઆઈને લઈને છેલ્લા ઘણા સમયથી દેશભરમાં દરોડા પાડવામાં આવી રહ્યા હતા. દરોડા દરમિયાન અનેકની ધરપકડ પણ કરવામાં આવી છે. હવે એક મોટો નિર્ણય લેતા ગૃહ મંત્રાલયે (Home Ministry) તેના પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. ગયા અઠવાડિયે, દેશભરમાં PFIના ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. અનેક રાજ્યોમાં દરોડાના વિરોધમાં ઉગ્ર દેખાવો પણ થયા હતા. બે દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે તપાસ એજન્સીઓ તેની સામે નક્કર પુરાવા એકત્ર કરી રહી છે. આ પછી તપાસ એજન્સી તરફથી મંત્રાલયને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો.