રાજ્યની તમામ અદાલતોમાં ફોજદારી કેસોના કાર્યવાહી સબંધિત તમામ બાબતો રાજ્યના ગૃહ વિભાગને સોંપવામાં આવી છે. આ કાર્યક્ષેત્ર પહેલાં કાયદા વિભાગ દ્વારા થતું હતું પરંતુ હવે આ જવાબદારી ગૃહ વિભાગને સોંપી દેવાઈ છે. સરકારી વકીલોની નિમણૂક, રેકોર્ડ, રજિસ્ટ્રાર અને જ્યુડીશિયલ સ્ટાફની સેવાઓ હવે ગૃહ વિભાગના કાર્યક્ષેત્રમાં મૂકાઈ છે.