રાજ્યમાં કોરોના કહેર ઓછો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં એવા સમચાર સામે આવ્યા છે કે, 18 થી 14 વર્ષના લોકોએ રસી મેળવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન જરૂરી નથી તેઓ સ્થળ પર જઈ રજીસ્ટ્રેશન કરાવી રસી લઈ શકશે. ત્યારે આ મામલે આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું છે કે, ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી.
આ મામલે આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં 18 થી 44 વયના લોકો માટે કોરોના વેક્સીનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી. તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સીનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. રાજ્ય સરકારે હાલની વેક્સીનેશન માટે વેબસાઇટ અને એપના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે.