પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસા બાદ આજે ચૂંટણી પંચે મોટો નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ દક્ષિણ 24 પરગણા જિલ્લાના 36 બૂથ અને વીરભૂમની 13 બેઠકો પર ફરી મતદાન કરવામાં આવશે. આ માટે આવતીકાલે સોમવારે મતદાનનું આયોજન કરાયું છે. દરમિયાન ગઈકાલે 74 હજાર પંચાયતો માટે મતદાન થયું હતું. આ દરમિયાન રાજ્યમાં ઘણા સ્થળોએ હિંસા થઈ હતી, તો બૂથો પર મારામારી, બૂથ લૂંટવાની ઘટના અને આગ લગાવવાની ઘટનાઓ પણ સામે આવી હતી.