અમદાવાદના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારીએ વધુ એક મોટો નિર્ણય લીધો છે. અમદાવાદમાં શિક્ષકોને શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શાળામાં પ્રવેશતા જ આચાર્ય પાસે ફોન જમા કરાવવો પડશે. ફક્ત રિશેષ દરમિયાન જ મોબાઈલનો ઉપયોગ કરી શકાશે.