ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને જિલ્લા ફેરબદલી અંગેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.
શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે તેમના સોશિયલ મીડિયા માધ્યમ પર 'X' પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'શિક્ષકોની જિલ્લા ફેરબદલીનું સમયપત્રક જાહેર કરાયું છે, ત્યારે વતનમાં જવાની રાહ જોતા શિક્ષકોને તક મળશે...'