જિલ્લા સહકારી બેન્કોમાંથી કૃષિ ધિરાણ લેનારા ખેડૂતોની જમીન પર બોજો ઊભો કરવાની અને લોનની ચૂકવણી કરી દીધા બાદ બોજો કમી કરી દેવાની કામગીરી હવે જિલ્લા સહકારી બેન્કો જ કરી દેશે. અત્યાર સુધી જિલ્લા સહકારી બેન્કે પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓના માઘ્યમથી જ ખેડૂતોને ધિરાણ આપતી હતી. હવે ધિરાણ આપવાની પ્રક્રિયા પહેલાની માફક જ રહેશે, પરંતુ ધિરાણ લેનાર ખેડૂતની જમીન પરનો બોજો પાડવાની કામગીરી જિલ્લા સહકારી બેન્કો કરશે.