પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં હવે ભારતે પાકિસ્તાન સામે ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. ગૃહ મંત્રાલયની ભલામણો બાદ હવે ભારત સરકારે પાકિસ્તાનની ઘણી યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકી દીધો છે.
પાકિસ્તાની યુ-ટ્યુબ ચેનલ ભારતમાં બેન
આ ચેનલોમાં ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર, આરઝૂ કાઝમી અને સૈયદ મુઝમ્મિલ શાહ જેવા ઘણા મોટા યુટ્યુબ ચેનલોનો પણ સમાવેશ થાય છે. આ સાથે, ભારતમાં ઘણા મોટા મીડિયા હાઉસની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.