કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને શુક્રવારે મોટો આંચકો લાગ્યો છે. બદનક્ષીના કેસમાં તેમની અરજી ઝારખંડ હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ મામલો ગૃહમંત્રી અમિત શાહ પર વાંધાજનક ટિપ્પણી કરવા સંબંધિત છે. નીચલી અદાલત દ્વારા જારી કરાયેલા સમન્સ સામે રાહુલ ગાંધી હાઈકોર્ટ પહોંચ્યા હતા. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. અરજી પર ચુકાદો આપતાં કોર્ટે તેને ફગાવી દીધી હતી