લોકસભા 2024ની ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન થયું છે અને હવે ત્રીજા તબક્કામાં માટે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ (Delhi Congress Chief)એ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે મતદાન પહેલા પણ કોંગ્રેસમાંથી અનેક નેતાઓએ રાજીનામાં આપ્યા છે.