પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહે ભાજપમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યું કે ‘હું ટૂંક સમયમાં મારી પોતાની નવી પાર્ટીની રચના અંગે જાહેરાત કરીશ.’ આરસીપી સિંહ મે 2023માં ભાજપમાં જોડાયા હતા જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એનડીએ છોડીને ઓગસ્ટ 2022માં મહા ગઠબંધનમાં જોડાઈ ગયા હતા.