આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેજરીવાલ સરકારના કેબિનેટમાં મંત્રી રહેલા રાજેન્દ્ર પાલ ગૌતમ કોંગ્રેસમાં જોડાયા છે. આ ઉપરાંત તેમણે ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે. તેઓ પાર્ટીના સ્થાપક સભ્યોમાં સામેલ હતા અને તેમને દલિત નેતા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ, છેલ્લા બે વર્ષમાં જે રીતે પક્ષે ધર્માંતરણના મુદ્દે તેમને બાજુ પર રાખ્યા હતા, તેનાથી તેઓ એકલા પડી ગયા હતા. હાલમાં તેઓ પૂર્વ દિલ્હીની સીમાપુરી વિધાનસભાથી ધારાસભ્ય છે.