તહેવારોની સિઝન હોય કે ઉનાળાની રજાઓ કે પછી લગ્નની સિઝનમાં ભારતીયોને સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તે છે ટ્રેનોમાં મુસાફરી કરવા માટે કન્ફર્મ ટિકિટનો. ભારતીય રેલવે આ માટે સતત પ્રયાસો કરી રહી છે, જેમાં વિશેષ ટ્રેનો પણ ચલાવવામાં આવે છે. ત્યારે શનિવારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરી છે કે માત્ર 2 મહિનામાં જ ‘વંદે ભારત સ્લીપર’ ટ્રેન દેશમાં દોડવા લાગશે.રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, સરકાર ટ્રેનોમાં વેઈટિંગની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને આગામી 60 દિવસમાં ‘વંદે ભારત સ્લીપર’ શરૂ કરવામાં આવશે.