એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે યુટ્યુબર એલ્વિશ યાદવ અને પંજાબી ગાયક રાહુલ યાદવ ફાઝિલપુરિયાની લગભગ રૂ. 55 લાખની કિંમતની જંગમ અને સ્થાવર મિલકતો જપ્ત કરી છે, જેમની પર રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાય કરવાનો આરોપ હતો. EDએ હાલમાં જ લખનૌની ઝોનલ ઓફિસમાં બંનેની પૂછપરછ કરી હતી.
ED દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, જે સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે તેમાં બિજનૌર જિલ્લામાં રાહુલ ફાઝિલપુરિયાની ત્રણ એકર ખેતીની જમીનનો સમાવેશ થાય છે. ફાઝીલપુરિયાએ તેને 50 લાખમાં ખરીદ્યો હતો. જ્યારે હરિયાણામાં એલ્વિશની જમીન એજન્સી દ્વારા જપ્ત કરવામાં આવી છે. બંનેના બેંક ખાતામાં જમા કરાયેલા અંદાજે 3 લાખ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે.