દિલ્હીમાં (Delhi) આમ આદમી પાર્ટીની (AAP) સરકાર જતાની સાથે જ CBIએ મોટી કાર્યવાહી કરી છે અને ભ્રષ્ટાચાર (Corruption) અને લાંચ લેવાના આરોપમાં દિલ્હી ટ્રાન્સપોર્ટ વિભાગના છ અધિકારીઓની ધરપકડ કરી છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી.
તાજેતરની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી હારી ગયા બાદ દિલ્હીમાં આ પ્રથમ મોટી કાર્યવાહી છે. અધિકારીઓએ જણાવ્યું કે CBIને દિલ્હી ટ્રાન્સપોર્ટ વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો મળી રહી છે.