કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને અન્ય વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDએ કથિત ભ્રષ્ટાચાર કેસમાં 300 કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરી છે. રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને એજન્ટોના નામ પર રજિસ્ટર્ડ 142 અચલ સંપત્તિઓ કથિત મની લોન્ડ્રિંગ ગતિવિધિઓથી જોડાયેલી છે. આ સંપત્તિઓ અલગ અલગ લોકોના નામ પર રજિસ્ટર્ડ છે, જે રિયલ એસ્ટેટ બિઝનેસ અને એજન્ટ તરીકે કામ કરી રહી છે.