આણંદ જિલ્લાના વાસદ નજીક રાજપુરા ખાતે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના બની છે. આ કામગીરી દરમિયાન સિમેન્ટ-કોંક્રિટના બ્લોક અને લોખંડની ફ્રેમનો ભાગ ધરાશાયી થતાં ચાર શ્રમિકો દટાયા હતા. જેમાંથી ત્રણ શ્રમિકોના મોત થયા છે, જ્યારે એકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. રેલવે પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવાની ફરિયાદો લોકો કરી રહ્યા છે. જોકે, મૃતકોના પરિવારજનો માટે 20-20 લાખ રૂપિયાની સહાય જાહેર કરાઈ છે.