અમેરિકન પ્રમુખ જો બાઈડેને વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાન મોદી સાથે તેમની પહેલી વ્યક્તિગત દ્વિ-પક્ષીય બેઠક દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં ભારતના સ્થાયી સભ્યપદ અને ન્યૂક્લિયર સપ્લાયર ગૂ્રપમાં ભારતના પ્રવેશને સમર્થન આપ્યું હતું. વ્હાઈટ હાઉસમાં બંને નેતાઓની બેઠક પછી જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવાયું કે પ્રમુખ બાઈડેને પીએમ મોદી સાથેની બેઠકમાં ઑગસ્ટ ૨૦૨૧માં સુરક્ષા પરિષદના ભારતના મજબૂત નેતૃત્વની પ્રશંસા કરી હતી. દરમિયાન આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ એચ-૧બી વિઝાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારત અને અમેરિકાએ સરહદ પારના આતંકવાદની ટીકા પણ કરી હતી.