દિવાળી પ્રસંગે અમેરિકામાં પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયેલા બાઇડેને તથા વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે શુભેચ્છા પાઠવી હતી. બાઇડેને ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે કરોડો હિન્દુઓ, જૈન, શીખ અને બૌદ્ધોને પ્રકાશના પર્વની શુભેચ્છા પાઠવું છું. તમારું નવું વર્ષ આશા, આનંદ અને સમૃદ્ધિથી ભરેલું રહે, સાલ મુબારક. વિદાઇ લઇ રહેલાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ દિવાળીએ પણ વ્હાઇટ હાઉસમાં દીપક પ્રગટાવવાની તેની પરંપરાને જાળવી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે પણ અમેરિકન્સ દિવાળી ઊજવવા માટે દીવા પ્રગટાવે છે ત્યારે આપણો દેશ તમામ લોકો માટેની ર્ધાિમક સ્વાતંત્ર્યના રૂપમાં ઝળહળે છે. દરમિયાન પાકિસ્તાનમાં પણ હિન્દુ સમુદાયે કોરોના પ્રોટોકોલનું પાલન કરતાં દિવાળીની ઉજવણી કરી હતી. પાક વડા પ્રધાન ઇમરાન ખાને પણ દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે, આપણા તમામ હિન્દુ નાગરિકોને દિવાળીની શુભકામનાઓ. પાકિસ્તાનમાં લોકોએ પોતપોતાના ઘરોને તથા મંદિરોને સજાવીને દિવાળીની ઉજવણી કરી હતી.