અમેરિકા (US)ના ટૉપ સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડૉ. એન્થની ફાઉચીએ રવિવારે કહ્યું કે ભારતમાં કોવિડ-19 ના વર્તમાન સંકટથી ઉભરવા માટે લોકોનું વેક્સીનેશનકરવું જ એકમાત્ર લાંબા ગાળાનું સમાધાન છે. તેઓએ આ ઘાતક મહામારી (Pandemic)નો સામનો કરવા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કોવિડ-વિરોધી વેક્સીનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ઉપર ભાર મૂક્યો.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન (Joe Biden)ના મુખ્ય ચિકિત્સા સલાહકાર ડૉ. ફાઉચીએ એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ મહામારીનો સંપૂર્ણપણે ખાતમો કરવા માટે લોકોનું વેક્સીનેશન કરવું જોઈએ. ભારત દુનિયાનો સૌથી મોટો વેક્સીન નિર્માતા દેશ છે. તેમને પોતાના સંસાધન મળી રહ્યા છે, બહારથી પણ તેમને મદદ મળી રહી છે. તેઓએ વધુમાં કહ્યું કે, આ જ કારણ છે કે અન્ય દેશોને ભારતને વેક્સીનેશન નિર્માણ માટે સહાયતા આપવી જોઈએ અથવા તો વેક્સીન દાન આપવી જોઈએ.