ગુજરાતમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આજે યોજાવાનો છે. ભૂપેન્દ્ર પટેલ સીએમ પદના શપથ લેશે. આ ઉપરાંત અન્ય મંત્રીઓ પણ શપથ લેશે. આ શપથ ગ્રહણમાં ભાગ લેવા માટે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા છે. પીએમ મોદીનું એરપોર્ટ પર સ્વાગત કરવા માટે ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, શહેર પોલીસ કમિશ્નર, મેયર અને ડીજીપી આશિષ ભાટિયા એરપોર્ટ પર હાજર રહ્યા હતા. પીએમ મોદી શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે.
શપથવિધિ સમારોહમાં આસામ, ગોવા, હરિયાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે.