રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ નવી સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. આજે બપોરે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના કેબિનેટ મંત્રીમંડળ સહિત રાજીનામું આપ્યું છે. નવા મંત્રીમંડળની નિમણૂંકને લઈને રાજીનામું સોંપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 12 ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ યોજાશે.