ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો (Chief Minister Bhupendra Patel) આજે જન્મ દિવસ (birthday) છે. CM ભૂપેન્દ્ર પટેલને આજે 61 વર્ષ પૂર્ણ કર્યા છે. સાદગીને વરેલા ભૂપેન્દ્ર પટેલે દાદા ભગવાનના મંદિરમાં શિશ ઝુકાવ્યા અને આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોના મંગલ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સાથે ગુજરાત પર ઈશ્વર કૃપા વરસતી રહે અને રાજ્ય વિકાસ માર્ગે સતત આગળ ધપતું રહે તેવી પ્રાર્થના કરી.