ભૂજમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ યૂથ ડેવલપમેન્ટ અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે પૂર્વ પ્રમુખ સ્વ. સુધાકર ધોળકિયાના સ્મરણાર્થે તેમના પરિવાર દ્વારા શહેરની રોટરી લાયબ્રેરીને રૂા. 50,000ના સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકો અર્પણ કરાયાં હતાં. અર્પણવિધિ જિલ્લા વિકાસ અધિકારી સી.જે. પટેલના હસ્તે કરાઇ હતી. દાતા પરિવારના સદસ્યોનું બહુમાન કરાયું હતું.