સુપ્રીમ કોર્ટે આજે સોમવારે નિવૃત IAS અધિકારી પ્રદીપ નિરંકારનાથ શર્માના જામીન ફગાવી દીધા હતા. નોંધનીય છે કે, કચ્છના ભુજ ખાતે દાખલ થયેલા 2023 ના ગેરકાયદેસર જમીન ફાળવણી કેસમાં નિવૃત્ત IAS અધિકારી પ્રદીપ શર્મા પર ભ્રષ્ટાચારનો આરોપ છે.
શું છે મામલો ?
નિવૃત IAS અધિકારી પ્રદીપ શર્મા પર કચ્છ જિલ્લાના તત્કાલીન કલેકટર તરીકે નાણાકીય લાભ માટે સરકારી જમીનની ગેરકાયદેસર ફાળવણી બદલ ભ્રષ્ટાચાર અને ગુનાહિત વિશ્વાસઘાતનો આરોપ છે. પ્રદીપ શર્મા સામે 2023માં ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973 ની કલમ 439 હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી, જેમાં CID ક્રાઇમ બોર્ડર ઝોન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR સંદર્ભે નિયમિત જામીન માટે ભારતીય દંડ સંહિતાની કલમ 409, 217, 120B, 114 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7(c) હેઠળ સજાપાત્ર ગુના માટે અરજી કરવામાં આવી હતી.