મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની જાણકારી તેઓએ પોતે ટ્વિટ કરીને આપી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ પોઝિટિવ આવતાં તેઓએ કહ્યું કે મારા દેશવાસીઓ મારામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. ટેસ્ટ બાદ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સાથીઓને અપીલ છે કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે અને મારી નજીકમાં રહેનારા લોકો ક્વૉરન્ટાઈનમાં ચાલ્યા જાય.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે હું કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ રીતે પાલન કરું છું અને સાથે ડોક્ટરની સલાહ પ્રમાણે પોતાને ક્વૉરન્ટાઈન કરીશ અને સારવાર પણ લઈશ. પ્રદેશની જનતાને અપીલ છે કે સાવધાની રાખે. નાની ચૂક પણ કોરોનાને આમંત્રણ આપે છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોનાની સમયસર સારવાર લેવામાં આવે તો વ્યક્તિ સાજો થઈ જાય છે. હું 25 માર્ચથી રોજ સાંજે કોરોના સંક્રમણ સ્થિતિની બેઠક કરતો હતો. શક્ય હશે ત્યાં સુધી વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવાનો પ્રયાસ કરીશે. પરંતુ મારી ગેરહાજરીમાં આ બેઠક ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, નગર વિકાસ અને પ્રશાસનમંત્રી ભૂપેન્દ્ર સિંહ, સ્વાસ્થ્ય શિક્ષામંત્રી વિશ્વાસ સારંગ અને સ્વાસ્થ્ય મંત્રી ડો. પી.આર. ચૌધરી કરશે.