5 ઑગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજનમાં જોડાવા માટે 5 ઑગસ્ટે અયોધ્યા જઈ શકે છે. આજે (શનિવારે) અયોધ્યામાં યોજાનારી રામ મંદિર નિર્માણ યાત્રાધામ ટ્રસ્ટની બેઠકમાં ચિત્ર સ્પષ્ટ થશે.
જણાવી દઈએ કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક બેઠક આજે બપોરે 3 વાગ્યે અયોધ્યામાં યોજાનાર છે. ટ્રસ્ટની બેઠકમાં 15 ટ્રસ્ટીઓમાંથી 12 ટ્રસ્ટીઓ અયોધ્યાની બેઠકમાં ઉપસ્થિત રહેશે, જ્યારે 3 ટ્રસ્ટીઓ ઓનલાઇન મીટિંગમાં હાજરી આપશે.