મહંત નરેન્દ્ર ગિરિના પાર્થિવ દેહનું આજે સવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારબાદ તેમના મૃતદેહને ભૂ-સમાધિ સ્થળે લઈ જવામાં આવ્યો અને પ્રયાગરાજના બાઘંબરી મઠમાં આજે પૂરેપૂરા વિધિ વિધાનથી ભૂ-સમાધિ આપવામાં આવી. આ દરમિયાન મોટી સંખ્યામાં અલગ અલગ મઠના લોકો, અખાડાના સંત હાજર રહ્યા. અત્રે જણાવવાનું કે 8 વાગે જ મહંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ હાઉસ લઈ જઈને પોસ્ટમોર્ટમ શરૂ કરી દેવાયું હતું. લગભગ દોઢ કલાકની અંદર પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવાનું હતું પરંતુ તેમાં થોડો વિલંબ થયો.