ભાવનગરનો સ્થપના દિવસ આગામી તારીખ 18 એપ્રિલ વૈશાખ સુદ ત્રીજ, અખાત્રીજે આવી રહ્યો છે ત્યારે હવાઇ ઉડ્ડયન ક્ષેત્રે ભાવનગર માટે એક સારા સમાચાર આવ્યા છે. ભાવનગરથી સુરત અને અમદાવાદ વચ્ચે 16 એપ્રિલથી સોમવારથી હવાઈ સેવા શરૂ થવાની છે. ભાવનગરના સાંસદ ડૉ.ભારતીબેન શિયાળે કેન્દ્રીય ઉડ્ડયન વિભાગ સમક્ષ ભાવનગરને સુરત અને અમદાવાદ જેવા શહેરો સાથે હવાઈ માર્ગે જોડવાની રજૂઆત કરી હતી.