ભાવનગરના યુવક ગિરિરાજસિંહે સોલારથી ચાલતી રીક્ષા બનાવી. શહેરના ટોપથ્રી સર્કલ પાસે કારખાનું ધરાવતા આ યુવાને દોઢ ફૂટ બાય દોઢ ફૂટની 3 સોલાર પેનલ મૂકી 12 વોલ્ટની 2 બેટરી ગોઠવી આ રીક્ષા બનાવી. તેમનો દાવો છે કે એક વખત બેટરી ચાર્જ કર્યા પછી તે 25 કિલોમીટર ચાલે છે. રીક્ષાનું આ મોડલ 90 હજારમાં તૈયાર થયું છે.