ગુજરાતી મૂળની ભાવિની પટેલે અમેરિકન કોંગ્રેસના નીચલા હાઉસની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. પેન્સિલવેનિયાની ૧૨મી ડિસ્ટ્રિક્ટ બેઠક પરથી ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવાર ભાવિની પટેલે તેની કારકિર્દીની શરૂઆત એક ફૂડ ટ્રકથી કરી હતી. ઓક્સફર્ડમાં સ્ટડી કર્યા બાદ એક ટેકનોલોજી સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું.