૬ વર્ષ બાદ ડેમથી લઈ ભાડભૂત અરબી સમુદ્ર સુધી ૧૬૧ કિલોમીટરમાં સરદાર સરોવરના ૨૩ દરવાજા ખોલી સરેરાશ ૧.૮૦ લાખથી ૬ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીએ ૨૮.૫૫ ફૂટ સપાટી સ્પર્શતા ભરૂચમાં રેલ આવી છે. ડેમની ઉંચાઈ વધારી દરવાજા મુકયા બાદ બે વર્ષે ડેમમાંથી દરવાજા ખોલી પાણી છોડાતા નદી પુનઃ જીવિત થઈ છે એટલી જ વાસ્તવિકતા શહેર, જિલ્લા અને રાજયએ ખરબો લીટર પાણી ૨૪ કલાકમાં દરિયામાં નિર્થક ગુમાવી દીધુ છે. ૨૪ કલાકમાં ડેમમાંથી નદીમાં અને નદીમાંથી દરિયામાં ૨.૬ ખરબ લીટર પાણી ગુમાવ્યુ છે જેની ગણતરી માત્ર ભરૂચ શહેરની પ્રજાને વાર્ષિક લિટરમાં ૧૪.૬૦ અરબ પાણી પુરું પડાય છે જેને જોતા શહેરીજનોએ અંદાજે સરેરાશ ૧૮ વર્ષથી વધુ ચાલે તેટલુ પાણી ગુમાવી દીધુ છે.