કૉમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચીયા સામે ડ્રગ્સ મામલે મુંબઈ એનસીબીએ 200 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. ટૂંક સમયમાં બંને સામે કોર્ટમાં સુનાવણી થશે. તમને જણાવી દઈએ કે એનસીબીએ ડ્રગ્સ કનેક્શન ધરાવતા ઘણા કલાકારોના નામનો પર્દાફાશ કર્યો હતો. જેમાં આર્યન ખાનથી લઈને ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાનુ નામ પણ સામેલ હતુ.