કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી એ આજે મીડિયા સમક્ષ આવીને પોતાની પત્ની સાથે ચાલી રહેલા વિવાદ મામલે અનેક ખુલાસા કર્યાં છે. ભરતસિંહ પ્રેસ કોન્ફરન્સમાં પત્ની રેશ્મા પટેલ વિરુદ્ધ અનેક આક્ષેપ કર્યાં છે. તેમના કહેવા પ્રમાણે તેમની લગ્નના 15 વર્ષ સુધી તેમણે બાંધી મુઠ્ઠી રાખી હતી. એટલે કે હું ઘરની વાત ઘરમાં રાખવા માંગતો હતો. હવે હું પત્ની વિરુદ્ધ કોર્ટમાં પુરાવા આપીશ. આ પ્રસંગે ભરતસિંહે એવો પણ આક્ષેપ કર્યો છે કે, પત્નીએ તેમને મારી નાકવા માટે દોરા-ધાગ પણ કર્યાં છે. ભરતસિંહના કહેવા પ્રમાણે અમિત ચાવડા ના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામા બાદ નવા પ્રદેશ પ્રમુખની પસંદગી પહેલા મને ટાર્ગેટ કરવાનું શરૂઆત કરવામાં આવી હતી. સાથે જ ભરતસિંહે એવી વાત કરી હતી કે જો કોઈ સ્વીકારવા તૈયાર હશે તો હું ત્રીજા લગ્ન પણ કરીશ. આ સાથે જ ભરતસિંહ રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે તેઓ સંગઠન માટે કામ કરતા રહેશે. સાથે જ રાજકારણમાંથી બ્રેક લેવાનો નિર્ણય અંગત હોવાનું ભરતસિંહે જણાવ્યું હતું.