અમેરિકામાં ફરી એક ભારતીયની હત્યા, ભરતનાટ્યમ કલાકારને ગોળી મારી દીધી, અભિનેત્રીએ આપી માહિતી
અમેરિકામાં ભારતીય મૂળના નાગરિકો પર હુમલામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વધુ એક હુમલામાં સેન્ટ લુઈસ, મિઝોરીમાં ૩૪ વર્ષીય ભારતીય ક્લાસિકલ ડાન્સરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
એક રિપોર્ટ મુજબ, કુચીપુડી અને ભરતનાટયમ ડાન્સર અમરનાથ ઘોષ ગત વર્ષે ડાન્સમાં પીએચડી કરવા માટે અમેરિકા સ્થળાંતરિત થયો હતો. તેની સેન્ટ લુઈસ એકેડમી અને સેન્ટ્રલ વેસ્ટ એન્ડના પડોશની સરહદ નજીક ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકની મિત્ર અને ટીવી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જીએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી.