કન્યાકુમારીથી શરૂ થયેલી રાહુલ ગાંધીની આગેવાની વાળી કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલ દિલ્હી પહોંચી છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સતત સરકાર પર પ્રહારો કરી રહ્યા છે ત્યારે હવે વધુ એક વખત રાહુલ ગાંધીએ દિલ્હીથી કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. અહીં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને અંબાણી-અદાણીની સરકાર ગણાવી છે.