મધ્યપ્રદેશના ભોપાલમાં ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનની ટ્રાયલ દરમિયાન એક વોલન્ટિયરનું શંકાસ્પદ મોત થયાનો મામલો સામે આવ્યો છે. વોલન્ટિયરના પરિવારે તેના મોત પર સવાલ ઉઠાવ્યાં છે. જોકે કંપનીએ જણાવ્યું છે કે વોલન્ટિયરના મોત સાથે કોરોના રસીના ડોઝને કોઇ સંબંધ નથી. તેનું મોત ડોઝ આપ્યાના ૯ દિવસ પછી થયું હતું. કંપનીએ મૃતકના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. ભોપાલની ગાંધી મેડિકલ કોલેજના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, મોતનું સંભવિત કારણ રેસ્પિરેટરી ફેલ્યોર હોઇ શકે છે. ઝેરના કારણે રેસ્પિરેટરી ફેલ્યોર થઇ શકે છે.