નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શન ને ચાર મહિના પૂરા થઈ રહ્યા છે જેના પર સંયુક્ત કિસાન મોરચાએ આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ બંધ સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ખેડૂતોએ દેશના નાગરિકોને આ બંધને સફળ બનાવવાની અપીલ કરી છે. જો કે તેમણે કહ્યું કે ભારત બંધમાં સામેલ થવા માટે કોઈને જબરદસ્તી કરાશે નહીં. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણી થવાની છે તેને ભારત બંધથી અલગ રાખવામાં આવશે.
ભારત બંધ દરમિયાન ખેડૂતોએ બિહારમાં મુઝફ્ફરપુર-હાજીપુર હાઈવે જામ કર્યો. આ બાજુ શાહપુરની પાસે પ્રદર્શનકારીોએ જીટી રોડ અને રેલવે ટ્રેક બ્લોક કર્યો છે. અત્રે જણાવવાનું કે સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાને વિરુદ્ધ બંધનું આહ્વાન કર્યું છે. તેમની માગણી છે કે સરકાર આ કાયદા પાછા ખેંચે.
શું છે બંધ?
ખેડૂતોના ભારત બંધ દરમિયાન રેલવે અને રોડ વાહન વ્યવહારને બંધ રાખવાની ખેડૂતોની યોજના છે. સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી જાહેર સ્થળોને પણ બંધ કરાવશે.