નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોએ આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે. ખેડૂતોના ભારત બંધને કોંગ્રેસ સહિત દેશના 10થી વધુ રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે. ભારત બંધને લઈને વિભિન્ન રાજકીય પક્ષોના સમર્થનનું ખેડૂતોએ સ્વાગત કર્યું છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમનો મંચ રાજકીય પાર્ટીઓ માટે નહીં હોય. આ બાજુ કેન્દ્ર સરકારે ભારત બંધને લઈને રાજ્ય સરકારોને કાયદો વ્યવસ્થા જાળવી રાખવાના દિશા નિર્દેશ આપ્યા છે.
ખેડૂત નેતાઓએ કહ્યું કે સમગ્ર દેશમાં મંગળવારે સવારે 11 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી ચક્કા જામ રહેશે. જો કે આંદોલન કરી રહેલા ખેડૂતોએ એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ વ્યક્તિ પર જોર જબરદસ્તી કે ધક્કા મુક્કી કરવામાં નહીં આવે. ખેડૂત નેતાઓએ અપીલ કરી છે કે ભારત બંધને દરેક જણ પોતાનું સમર્થન આપે.