દલિત સંગઠનો દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલુ ભારત બંધનું એલાન હિંસક બની રહ્યું છે. ઉત્તર ભારત સહિતના વિસ્તારોમાં દલિતો રસ્તા પર નીકળી આવ્યા છે. હાઈવે, મુખ્ય માર્ગોની સાથે રેલવે લાઈનો પર દલિતોએ ધરણાં યોજીને વિરોધ પ્રદર્શન કરતાં વાહન અને રેલ વ્યવહારને અસર પહોંચી છે. અનેક શહેરોમાં જનજીવનને પણ અસર થઈ છે. વાર્ષિક પરીક્ષાઓને કારણે વિદ્યાર્થીઓ પણ અટવાયા હોવાના અહેવાલ છે.