કૃષિ કાયદા રદ કરાવવા મુદ્દે છેલ્લા 12 દિવસથી દિલ્હીની સરહદોએ સરકાર સામે જંગે ચડેલા ખેડૂતો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. સોમવારે સાંજે સિંધુ બોર્ડર ઉપર ખેડૂત નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ મુદ્દે વિગતો આપી હતી. ખેડૂત નેતા નિર્ભયસિંહ ધુડિકે જણાવ્યું હતું કે, સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી શાંતિપૂર્ણ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.
કૃષિ કાયદાની વિરૂદ્ધ ખેડૂતો દ્વારા બોલાવામાં આવેલા ભારત બંધની વચ્ચે આમ આદમી પાર્ટી એ મોટો આરોપ લગાવ્યો છે. AAPનું કહેવું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘરમાં જ નજરકેદ કરી દેવાયા છે. પાછલા દિવસોમાં જ્યારથી કેજરીવાલ સિંધુ બોર્ડરથી પાછા આવ્યા છે ત્યારથી ઘરની બહાર નજરબંધની સ્થિતિમાં છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ઘરની સુરક્ષા વધારી દીધી છે અને બહાર નીકળવા દેવામાં આવી રહ્યા નથી. તેના લીધે દિલ્હી સીએમની તમામ બેઠકો રદ્દ કરી દેવાઇ છે.