ગુજરાત સરકારે હુક્કાબાર પર પ્રતિબંધ લાદતો અને દારુબંધીનો કડક અમલનો ખરડો વિધાનસભા લાવી. જો કે, ભાંગને માદક-પીણામાંથી મુક્તિ અપાઈ. આ અંગેના બચાવમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહે કહ્યું કે ભાંગ એ તો ભગવાન શિવની પ્રસાદી છે. ભાંગ સાથે સેંકડો શ્રદ્ધાળુઓની શ્રદ્ધા જોડાયેલી છે, તેથી તેનો પ્રતિંબધ લાગુ પાડી શકાય નહીં.