ભજનલાલ શર્માએ રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સમારોહ ઐતિહાસિક આલ્બર્ટ હોલની બહાર યોજાયો હતો. શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ભજનલાલ શર્માને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. તેમજ દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી બન્યા.