બાહુબલી 2 હિન્દી ફિલ્મનું અમદાવાદના તમામ થિયેટરમાં બુકીંગ ફુલ થઈ ગયું છે. આવતીકાલ શુક્રવારે રજુ થનારી આ ફિલ્મે અગાઉથી જ ભારે લોકપ્રિયતા મેળવી છે. 'બુક માય શો' ઓન લાઈન મોબાઇલ ફોન એપમાં બતાવે છે કે અમદાવાદના 28 અને ગુજરાતના 100થી પણ વધુ થિયેટરમાં લોકોએ ટીકીટ બુક કરાવીને આ ફિલ્મનો વિક્રમ સ્થાપિત કરી દીધી છે